મારા િવશે

મારા સહુ વ્હાલા િમત્રો ને “જય શ્રી કૃષણ”.

આજે થોડી નવરાશની પ્ળોમાં એક વિચાર આવ્યો. આપણી ગુજરાતીમાં નવલકથાઓ અને નવલિકાઓ કેટલી? એ બધી વાંચીએ તો એમ થાય કે આમાંની ઘણી બેસ્ટસેલર થવાને લાયક છે. પણ એમ થતુ નથી. કેમ? અંગ્રેજી વાંચનારાઓ કરતા ગુજરાતી વાંચનારા ઓછા એટલે સાિહત્યને આવો અન્યાય..? એનો અંત કોન લાવ્શે એન તો મને ખબર નથ પરન્તુ હુ એ અંતી શરુઆત કરી રહ્યો છુ. આગળની તો મને જાણ નથી પણ આ સફર જ્યાં સુધી શક્ય હોય ત્યા સુધ જારી રાખવા જરૂર મથીશ… જરૂર મથીશ કારણ કે આ માત્ર મારા શ્વાસ થી શબ્દો સુધીની યાત્રા નથી પ આ મારી માત્રુભાષાની મુસાફરી પણ છે…

મને મારા વીશે તો બહુ જણાવવું ફાવશે નહી પરંતુ થોડું ઘણું કહીશ કે જે તમને જણાવવું અિનવાર્ય છે. મારું નામ મૃગેશ. પૂરું નામ મૃગેશ મોદી. ઉંમર ૨૫ વરસ.  જન્મ થી જ અમદાવાદ માં રહું છુ તેથી પુરેપુરો અમદાવાદી છુ પણ લખવામાં અમદાવાદીપણું એટલે કે કંજુસાઈ નહી કરું. મને ગુજરાતી માં લખવાનો તો બહુ શોખ પણ “સમય” નામ નો કાંટો બહુ લખવા નથી દેતો. પરંતુ આજે જયારે ઘણા ગુજરાતી બ્લોગ ની મુલાકાત લીધી તો એમને મિત્રો બનાવવાની ઈચ્છા થઇ.એમની સાથે જોડાઈને મારી માતૃભાષા ની મુસાફરી ને આગળ  વધારવાની ઈચ્છા થઇ. આથી આજે ગુજરાતી બ્લોગ ની શુભ શરૂઆત કરી રહ્યો છુ.બહુ સમય આપી શકું ંતેમ ના હોવાથી જયારેે પણ થોડી નવરાશ ની પળો મળશે એટલે કઈક નવું લખવાનો પ્રયત્ન જરૂર કરીશ. મારા બ્લોગ ની કોઈ પણ પોસ્ટ માં તમને કોઈ પણ ટીપ્પણી કરવા જેવી લાગે કે સલાહ-સૂચન કરવા જેવા લાગે તો જરૂર કરો. તમારો પ્રિતસાદ હંમેશા આવકાર્ય છે.

13 Responses to “મારા િવશે”

  1. ગુજરાતી લોકોને એક તો વાંચવાનો શોખ બહુ જ ઓછો છે વળી માંગીને વાંચવાની ટેવ પણ ખરી. મને પૂછ્શો તો મારો અનુભવતો એમ કહે છે કે જે કોઈ પુસ્તક માંગીને વાંચવા લઈ જાય પછી આપનાર જો પાછું મેળવવા કાળજી ના રાખે તો પુસ્તકને પગ આવે અને તે ક્યાં અને કેટલો પ્રવાસ કરી કોની કોની મુલાકત લેવા નીકળી પડે તે કહી ના શકાય ! અરે પુસ્તક પરત માંગતા ઘણી વાર સબંધ ઉપર પણ છીણી લાગી જવનો ભય રહે મારા ભાઈ ! ક્યારે ક કોઈને પુસ્તક આપી અનુભવ કરવા જેવો છે ! આપ મારા બ્લોગની પણ અનૂકુળતાએ મુલાકાત લેશો. બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com

    સ-સ્નેહ

    અરવિંદ

    • આદરણીય શ્રી અરવિંદ ભાઇ,

      મને તો જરા પણ આશા ન હતી કે મારા બ્લોગ નો આટ્લો જલ્દી કોઇ પ્રતીસાદ મળ્શે અને એ પણ તમારા જેવા વડીલ તરફથી. તમે મને સારુ એવુ પ્રોત્સાહન આપીને બ્લોગ આગળ વધાર્વાની પ્રેર્ણા પુરી પાડી છે.તે બદલ ખુબ ખુબ આભાર. આ તો ફ્ક્ત શરુઆત જ છે જે ઘણ્ી સારી થઇ છે. મારે ઘણુ બધુ લખ્વુ છે પણ ગુજરતી મા પહેલી વાર લખી રહ્યો હોવાથી ઘણ્ી તક્લીફ પ્ડી રહી છે છતા પણ પ્રયત્ન ચાલુ રહેશે.

      તમારા બ્લોગની મુલાકાત લીધી. તમે બ્લોગ મા બહુ જ સારી રીતે બધી વાતે ને વણી છે. મને ખરેખર ગમ્યુ. આપનો બ્લોગ ખુબ આગળ વધે એવી પ્રભુ નેે પ્રાથના.

      મારા બ્લોગની મુલાકાત કરી મારી ખામીઓ ને ઉજાગર કરશો તે ગમશે. આપ જેવા વડીલોનુ માર્ગદર્શન મળતુ રહે એ જ આશા રાખુ છુ.

      ફરી એક વાર આપનો ખુબ ખુબ આભાર.

      જય શ્રી કૃષણ…

  2. મૃગેશભાઈ, હું પણ તમારી જેમ ગુજરાતી બ્લોગ જગત માં પા પા પગલી કરી રહ્યો છું. ગુજરાતી માં લખવા માં તકલીફ પડતી હોય તો ગૂગલ નો ઉપયોગ કરી શકો છો. ઘણું સહેલું છે.
    લીંક: http://www.google.com/transliterate/indic/Gujarati

  3. અરે, મારા બ્લોગ ની લીંક! કોઈ એ પહેલી વાર સામે થી માંગી છે. આ રહી: http://igujarati.wordpress.com/

    • હેલ્લો નવનીતભાઈ,
      આજે તમારો બ્લોગ જોયો. વાંચીને ખુબ આનંદ થયો. અને એમાં પણ તમારા વીશે વાંચવાની તો બહુ મજા આવી. તમારો અંગ્રેજી બ્લોગ પણ જોયો. લાગે છે કે તમે રસોઈ બનાવવાના અને ખાવાના ખુબ જ શોખીન છો. અને સાચું કહું તો તેના પર થી જ તમે ગુજરાતી છો એની ઓળખ થઇ જાય છે. આપણે ગુજરાતીઓ ખાવા ના અને ખવડાવાના બહુ શોખીન. અને એમાં તો હું પણ બાકાત નથી.

    • મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ ખુબ ખુબ આભાર. તમારા જેવા મિત્રો ના સલાહ-સૂચનો અને સહકાર અનિવાર્ય છે.
      ફરી પધારશો અને યોગ્ય સૂચનો મળતા રહે તેવી આશા રાખું છુ.

  4. ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત છે મિત્ર. કવિતા નવનીત સમર્પણ કુમાર કવિલોક ઉદ્દેશ જેવા મેગેઝિનો અને અન્ય ઉમદા ઠેકાણેથી નવી નવી કાવ્ય રચનાઓ અને (ટાઈપ કરી શકવાનો ટાઈમ હોય તો) વાર્તા વિગેરે પણ આપતા રહેશો તો ગમશે.

  5. Welcome to Gujarati Blog-World.

    Journey of thousand miles begin with a single step.

    Go ahead. All the Best.

  6. આપને ગુજરાતી બ્લોગ વિશ્વને હાર્દિક આવકાર…અને અભિનંદન…
    ગુજરાતીમાં યુનિકોડમાં લખવા અંગે શરૂઆતમાં તકલીફ પડશે. આ માટે એક લિંક આપને મોકલું છું. એના પર બહુ જ સરળ રીતે સમજાવેલ છે અને આપ કોઈપણ તકલીફ વગર આપના લેપટોપ કે ડેસ્કટોપ પર અંગ્રેજી કિ-બોર્ડ વાપરીને યુનિકોડમાં ગુજરાતીમાં સરળતાથી લખી શકશો.
    લિંક છે.
    http://dhavalshah.com/Write%20in%20Gujarati.htm
    આપને સાહિત્ય સાધના માટે શુભેચ્છા.

  7. ખુબ જ સુંદર પ્રયાસ છે.

    આપને સાહિત્ય સાધના માટે શુભેચ્છા.

    °• ღ કૃતાર્થ ღ •°™ │ દિવ્યેશ પટેલ

    http://www.krutarth.com

    http://guj.krutarth.com

    http://eng.krutarth.com

    http://dreams.krutarth.com

  8. Dear Mr. Modi
    great work & collection. congretulations.
    I am hardik Yagnik, NEWS reader in Doordarshan.
    you can visit my blog & I would like you to read my essay on LIFE.
    It is my previlage.
    here I can not write in gujrati so I wrote in english.
    thnaking you in anticipation & remain.
    hardik


Leave a reply to IG જવાબ રદ કરો