સપ્ટેમ્બર
15

આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી
આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય
ખબર જ ન પડે.
પણ ખબર નહીં…..
આજે અચાનક જ કેમ
તેની ખોટ સાલે છે
આમ તો બધુ જ બરાબર છે.
પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે
કદાચ મને એની જરૂર છે.
પણ ના,
હવે એ સંબંધ તો રહ્યો નથી
કે એકબીજાની જરૂર ઊભી થાય
તો પછી શું છે જે આજે
આટલા દિવસ પછી પણ યાદ અપાવે છે…

જૂન
11

એ રીતે નીજની યાદમાં સરકી જવાય છે
બીજાતો ઠીક એને ય ભૂલી જવાય છે.

પહેલાં સમું તરસનું એ ધોરણ નથી રહ્યું
પાણી મળે છે તોયે હવે પી જવાય છે.

સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો
ઘરની બહાર આવતાં થાકી જવાય છે.

કોઈ ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે.

—સૈફ પાલનપુરી

જૂન
11

કેવી અજબ સુવાસ છે તારા ગયા પછી,
જાણે તું આસ પાસ છે, તારા ગયા પછી

સૂરજ તપે છે તે છતાં જાણે વસંત છે,
તારો હવામાં શ્વાસ છે, તારા ગયા પછી…

-રતિલાલ અનિલ

ડીસેમ્બર
01

દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી, બધુ હવે તો ઑફીસમાં જ ઉજવાય છે.
આ બધુ તો ઠીક હતુ પણ હદ તો ત્યા થાય છે,
લગ્ન ની કંકોત્રી મળે ત્યા શ્રીમંત માં માંડ જવાય છે.
દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

પાંચ આકનાં પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે,
પત્ની ના ફોન ૨ મિનિટ મા કપાય છે પણ ક્લાયન્ટ ના કોલ ક્યાં કપાય છે.
ફોન બુક ભરી છે મિત્રોથી પણ કોઈના ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છૅ.
દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

કોઈને ખબર નથી આ રસ્તો ક્યા જાય છે?
થાકેલા છે બધા છતા, લોકો ચાલતા જાય છે.
કોઈને સામે રૂપિયા તો કોઈને સામે ડૉલર દેખાય છે.
તમેજ કહો મિત્રો શુ આને જ જિંદગી કહેવાય છે.
દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે?

બદલાતા આ પ્રવાહ મા આપણા સંસ્કાર બદલાય છે,
આવનારી પેઢી પૂછસે સંસ્કૃતી કોને કહેવાય છે?
ઍક્વાર તો દિલ ની સાંભળો, બાકી મંન તો કાયમ મુંજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈઍ, મને હજુ સમય બાકી દેખાય છે.

દિલ પુછે છે મારુ, અરે દોસ્ત તૂ ક્યા જાય છે?
જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ઓગસ્ટ
05

ઘણાં સાંકડા દિલનાં દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીના એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાનાં ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે? પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મૂળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે ક્યાંય તારા નામની તકતી નથી.
સલામ તારી સખાવતને એ હવા – ધુની માંડલિયા

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.

અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા હતા.

આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.

કારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે. સમાજ માત્રને માત્ર રાજકારણીઓ, કલાકારો, ઉધોગપતિઓ, સાહિત્યકારો, દાકતરો, વકીલો, વેપારીઓ અને ખેડૂતોથી ચાલતો નથી, સમાજમાં દાતાની પણ જરૂર પડે છે.

આપણે એટલે જ દીપચંદ ગાર્ડી, સી. યુ. શાહ, એમ. પી. શાહ જેવા દાતાઓને અવારનવાર યાદ કરીએ છીએ, અને દાન કેવું હોવું જોઇએ? દેવાના બદલે લઇને આવીએ તે દાન નથી. મારા પાડોશી રમણકાકા એક આખો દિવસ દેખાયા નહીં, મે પૂછ્યું કે કાલે કયાં ગયા હતા, તો રમણકાકા બોલ્યા કે, રકતદાન કરવા ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું કે, રકતદાનમાં દસથી પંદર મિનિટ થાય, તમે આખો દિવસ શું કર્યુ?

ત્યારે કાકા બોલ્યા કે મેં બે સીસી લોહી આપ્યું એમાં હું બેભાન થઇ ગયો, પછી અઢાર સીસી મને ચઢાવવું પડ્યું. આ ઘટનામાં રહેલા કાકા બે સીસી આપવાને બદલે સોળ સીસી લઇને આવ્યા એને દાન ન કહેવાય. ઘણાં લોકો દાન કરે પણ દાનની રકમ કરતાં વધારે રકમની જાહેરાત કરાવે એ પણ યોગ્ય નથી. લાખ રૂપિયાનું દાન કરીને પછી પાંચ લાખની વાહ વાહ કરાવે તે યોગ્ય નથી, કારણ માણસે દાન પુણ્ય માટે કરવાનું છે અને દાનનો બદલો એને પુણ્યમાં મળી જાય છે.

પછી પ્રશંસા,ખુશામત, સન્માન વગેરે જેવા શબ્દોથી દૂરને દૂર જ રહેવું જોઇએ. ઘણાં સાંકડા દિલના દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીનાં એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાના ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે?

પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મુળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે, અને તેની આ લેખની શરૂઆતમાં કવિ ધુની માંડલિયાનો શેર ટાંક્યો છે અને તેમાં કવિ હવાને સલામ ભરે છે, કારણ હવાથી મોટું ડોનેશન આ દુનિયામાં કોઇનું નથી. હવા ન હોય તો જગત ઉપર જીવનું ટકી રહેવું શક્ય નથી.

આખી દુનિયાને જીવાડતી હવાએ ક્યાંય પોતાના નામની તકતી મારી નથી. મંગળ મસ્તી એક દાતાએ મંદિર બનાવ્યું તો તેમાં માત્ર હિન્દુઓ જ આવ્યા, મસ્જિદ બનાવી તો માત્ર મુસ્લિમો જ આવ્યા, પછી તેમણે બહુ વિચાર કરીને પચાસ શૌચાલય બનાવ્યા તો તેમાં તમામ જાતિ, ધર્મ અને પ્રદેશના લોકો કોઇપણ જાતના ભેદભાવ વગર આવ્યા.

આમ તમારા દાનનો લાભ દરેક પ્રકારના લોકોને મળે તે પણ અત્યંત જરૂરી છે. સમાજના ખાસ વર્ગ માટે દાન દેવામાં આવે એ દાન નથી પણ ભેદભાવ છે.
– જગદીશ ત્રિવેદી

જુલાઈ
24

સંબંધોની પરીક્ષા કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. પ્રેમની પરીક્ષા ન હોય. લાગણીની ગણતરી ન મંડાય. સંબંધોની પરીક્ષામાં નાપાસ અને નાસીપાસ થવાનો ખતરો હોય છે. સમય જ સંબંધની પરીક્ષા કરી લેતો હોય છે. સંબંધને નદીની માફક વહેવા દેવો જોઇએ. સંબંધની નદી પર બંધ બાંધવા જઇએ ત્યારે ડેમ ઓવરફલો થવાને બદલે નદી સુકાઇ જવાના ચાન્સીસ બેવડાઇ જાય છે.

સમય એવી ચીજ છે જે દરેક સંબંધોનું આપોઆપ ભાન કરાવી દે છે. સંબંધોનું પાસીંગ સ્ટાન્ડર્ડ ન હોય. સંબંધોની ટકાવારી ન હોય. કોઇ મને કેટલો પ્રેમ કરે છે? એ જાણવાનું કોઇ પ્રમાણ નથી. દરેક વખત વેવલેન્થ સરખી હોય એ પણ જરૂરી નથી. પિરસ્િથતી અને સંજોગ નામના બે પરિબળો પણ કયારેક પ્રેમ અને લાગણીના રસ્તે સ્પીડબ્રેકર બનીને આવી જતાં હોય છે.

તમે નટ બજાિણયાનો ખેલ જોયો છે? બે વાંસડા વરચે દોરડું બાંધીને ખેલંદો તેના પર ચાલે છે. દરેક ક્ષણે બેલેન્સનુ મહત્ત્વ છે. નટના ખેલમાં એક વસ્તુ માર્ક કરવા જેવી છે. નટનું દોરડું જે થાંભલા સાથે જોડાયેલું હોય છે એ બંને થાંભલાની ઊચાઇ એકસરખી હોય છે. સંબંધોમાં પણ બંનેની ઊચાઇ એકસરખી હોવી જોઇએ. િવચાર કરો કે નટનો એક થાંભલો બહુ ઊંચો અને બીજો થાંભલો સાવ નીચો હોય તો? આવા સંજોગોમાં બેલેન્સિંગ વધુ કિઠન બની જાય છે. સંબંધોની પરીક્ષા વખતે આપણે સામેની વ્યકિતનો િવચાર કરીએ છીએ કે એનો થાંભલો ઊચો છે કે નીચો? એની હાલત બરોબર છે કે નહીં? મારી જે અપેક્ષા છે એ પૂરી કરી શકે એમ છે કે નહીં?

સંબંધોમાં માણસ કયારેક િજદ્દી અને જક્કી બની જાય છે. આ તો કરવું જ પડશે, આટલું ન કરી શકે તો આપણા સંબંધોનો મતલબ શું? િજદ જલદ છે. િજદ એટલી બધી ગરમ છે કે કયારેક િજદ જીવલેણ બની જાય છે. સંબંધ ભીંજતો હોવો જોઇએ, ભીંસતો નહીં. સંબંધોમાં જરાકેય વધુ ભીંસ આવે તો માણસ ભાગી જાય છે અથવા તો ભાંગી જાય છે.

સંબંધનો ભાર જેટલો હળવો રહે એટલો સંબંધ વધુ ગાઢ અને તીવ્ર રહે છે. ઘણા સંબંધોમાં એવો ડર રહેતો હોય છે કે હું આમ નહીં કરું તો એને ખરાબ લાગશે, આવા સંજોગોમાં માણસ ખેંચાઇ કે તણાઇને લાંબો થતો હોય છે. સરવાળે આવા સંબંધો ગૂંગળામણ ઊભી કરે છે. ગૂંગળામણના વમળમાંથી સંબંધોને બચાવવા જોઇએ.

કોઇ કંઇ કરી ન શકે એટલે એને પ્રેમ કે લાગણી ઓછી છે એવું માની લેવું પણ બરોબર નથી. તારો મહેલ પહાડ ઉપર અને મારા પગે છાલા છે, પગ નથી ચાલતાં પણ આંખો તો ત્યાં જ મંડાયેલી છે. એક શાયરે સરસ વાત લખી છે. કોઇ તો મજબુરીયા રહી હોંગી, યું કોઇ બેવફા નહીં હોતા.

બેવફાઇનું સર્ટિફિકેટ ઉતાવળમાં ફાડીને કોઇના કપાળે ન ચોંટાડી દેવું. દરેક ‘ના’માં નારાજગી નથી હોતી, કેટલીક ‘ના’માં મજબૂરી પણ હોય છે. આપણે જો કોઇની મજબૂરી ન સમજી શકીએ તો એમાં વાંક મજબૂરનો નહીં પણ આપણો હોય છે. મજબૂર સંબંધ કયારેય મજબૂત નથી રહેતો.

માણસ જીન નથી કે દીવો ઘસીએ એટલે હાજર અને આદેશ આપીએ એટલે પાલન. આપણે ઘણીવખત માણસ પાસે જીન જેટલી અપેક્ષા રાખીએ છીએ અને એ જીન જો આપણી ઇરછા ન સંતોષી શકે તો આપણે એને બેવફાઇની બાટલીમાં પૂરીને “ધ એન્ડ” નું બૂચ મારી દઇએ છીએ.

અપેક્ષાઓ રાખીએ એમાં કંઇ ખોટું નથી, ખોટું એ છે કે આપણે દરેક અપેક્ષા પૂરી થાય એવો દુરાગ્રહ સેવીએ છીએ. દરેક અપેક્ષા પૂરી જ થાય એ જરૂરી નથી. અપેક્ષાની નીચે પ્રેમ કે સંબંધ દબાઇ ન જવો જોઇએ. વધુ પડતી અપેક્ષા માણસને અકળાવી દે છે. મારે કેટલું કરવું? કોઇ િલિમટ હોય કે નહીં? એ તો મને શ્વાસ લેવાની મોકળાશ પણ આપતો નથી.

સંબંધો જાળવવાની જવાબદારી માત્ર સામા માણસની જ નહીં, આપણી પણ હોય છે. સમ ખવડાવીને રખાતા સંબંધો સંકોચાય છે. ગમ ખાઇને સચવાતા સંબંધો િવસ્તરી જતાં હોય છે. સંબંધોનું ગળું ઘોંટાય ત્યારે એ િવચારવું જોઇએ કે સંબંધોનું ગળું ઘોંટનાર હાથ આપણા તો નથીને?‘

– આિતશ પાલનપુરી

જુલાઈ
21

તપેલીમાં ચા બનાવવા પાણી લીધું છે. એકદમ નીર્મળ પાણી. તળીયું દેખાય એવું પાણી. એને ગરમ કરવા મુકીને તેમાં તમે આદુ કચરીને નાંખો છો. પછી ચા નાખો છો. હલાવો છો. અને ધીમે ધીમે પાણીનો રંગ કાળાશ પડતો કથ્થાઈ થવા માંડે છે. ઉભરો આવતાં સુધીમાં તો એ લગભગ કાળું બની જાય છે. ચાની તીવ્ર સોડમ એમાંથી આવવા માંડે છે. પછી તમે એમાં માપથી દુધ રેડો છો અને ચાનાં પીણાંનો રંગ ઉભરી આવે છે. પછી માપથી તેમાં ખાંડ ઉમેરો છો અને એમાં મીઠાશ ઉમેરાય છે. બીજો ઉભરો હવે આવવાની ઘડીઓ ગણાય છે અને તમે એમાં છેલ્લા ઉમેરણ તરીકે ચપટીક ઈલાયચીનો પાવડર ભેળવો છો. લ્યો! છેવટનો ઉભરો પણ આવી ગયો અને તમને મનભાવતી સોડમદાર, કડક મીઠ્ઠી ચા તૈયાર.

હવે જે મુળ પાણી હતું એનાં તો નામોનીશાન દ્રશ્ટીગોચર થતાં નથી. તમે એ મજાની, ખુશ્બોદાર ચા પીઓ છો. કોણ એને હવે પાણી કહે?

પણ ભાયા! તમે જે પીણું પી રહ્યા છો એમાં પંચાણું ટકા તો મુળ પાણી જ છે. એમાં માત્ર રંગ, રુપ, ગંધ અને સ્વાદ ઉમેરાયાં છે – એટલું જ. થોડાક કાર્બોહાઈડ્રેટ, ચરબી, પ્રોટીન, ક્ષાર અને વીટામીન વીગેરે છે. એ બધાં થઈને બાકીનાં પાંચ ટકા. અને જ્યારે એ તમારી જઠરમાં જશે ત્યારે બાકીના એ પાંચ ટકાનો બહુ નાનો હીસ્સો જ તમારા લોહીમાં ભળવાનો છે, અને તે પણ પુરું પાચન થયા બાદ. અને પાણી તો તરત જ શોશાવા માંડશે. એને કોઈ પાચનશક્તીની જરુર જ નથી.

હવે તમે જ કહો કે, તમે ચા પીધી કે પાણી? માટે તો પાણીને ‘જીવન’ કહ્યું છે. ચા વીના ચાલશે……… પાણી વીના નહીં. બીજી રીતે જોઈએ તો : એમાં નાનકડો એક ટકો જ ચાનું ‘ચા’ પણું છે! એને માટે જ આપણે ચા બનાવીએ છીએ અને પીએ છીએ!

જીવનનું જે સત્વ કે, તત્વ છે; તે તો આ એક ટકા જેટલું પણ નથી. અરે માપ અને દ્રશ્યતાના પરીપ્રેક્ષ્યમાં તો તે સાવ શુન્ય જ છે. અને છતાં એ છે, તો જ જીવન છે. નહીં તો એ શબ માત્ર.

અવલોકન – સુરેશ જાની

જુલાઈ
20

આશા પુરોહિતઃ
તું ગઈ, ને, એટ્લે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો એવો છે દબદબો.
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરૂં?
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.
હું તને શોધ્યા કરું, ને, તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

સંદર્ભઃ ‘કવિતા’, સળંગ અંક ૨૪૦, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭, પૃ. ૧૨ સુ.દ.

તું મારાથી
ખૂબ દૂર દૂર રહે છે
એટલે અવારનવાર ફોન કરું છું.
મેં તને પૂછ્યું
કે ત્યાં વરસાદ છે કે નહીં
અને માત્ર તેં કહ્યું :
હા, આંખોમાં.

સંદર્ભઃ ‘કવિતા’, સળંગ અંક ૨૪૦, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭, પૃ. ૪૫

જુલાઈ
18

તમારો ભગવાન બહેરો થયો છે ? લાઉડ-સ્પીકર વગર નથી સાંભળતો તમારી વાતને ?
મારો ભગવાન તો સાંભળે છે મારી પ્રાર્થના, વણબોલાયેલી પણ સાંભળે છે મારા શ્વાસોચ્છવાસની વ્યથાને.

ઈશ્વર તમારો આંધળો થયો છે ? એને દેખાડવા તમારે જલાવવા પડે છે હજારો વોલ્ટના દીવા ?
મારો ઈશ્વર તો ઓળખે છે મારા અંતરની વ્યથાને, કોડિયાનું અજવાળું પણ ન હોય તોયે દેખે છે મારી દુનિયાની દુર્દશાને !

તમારો કનૈયો કાન ફાડે તેવા અવાજમાં નાચે છે ડિસ્કો-દાંડિયા ?
મારો કાનો તો હજી એ જ મધુરી વાંસળી વગાડે છે, નચાવે છે મને એના સુરીલા સંગીતમાં.

ચૂપ થઈ જાવ ઘડીભર, બંધ કરો લાઉડ-સ્પીકરો, બુઝાવી દો હજારો વોલ્ટના દીવાઓ-
તો તમને પણ સંભળાશે અને દેખાશે એની રાસલીલા, સંભળાશે દરેક પંખીના ટહુકામાં એની વાંસળી,
દેખાશે દરેક તારાના તેજમાં એની આંખોનો પ્રકાશ અને તમારી પ્રજ્ઞાજ્યોત પણ પ્રજળી ઊઠશે.

સાહિત્યકાર :

જુલાઈ
18

સંબંધોની મીઠાશ મીઠાં સંબંધોનું ભાવ-વિશ્વ ક્યારે અને કેવી રીતે પ્રગટ થવાં માંડે છે તે ઘણી વખત આપણી સનજણની બહાર હોય છે. મીત્રતા ક્યારે બની, ક્યારે ગાઢ બની, કેવી રીતે બની અને એક સુંદર સંબંધમા કઈ રીતે પરણમી એની સમજણ અચાનક જ આવી જાય છે. અચાનક કોઇ એક ક્ષણે કોઈની સાથે મળવું, વાતો શરૂં થવી અને એકબીજાં ને ગમતાં િવષયો પર િવચાર િવમર્શ થવો, ધીમે ધીમે અરસ પરસ સલાહોની આપ-લે થવી અને આ રીતે એક મીઠો સંબંધ બનવાની શરૂઆત થાય છે. જેમ જેમ મૈત્રી વધે છે, િનખાલસતા વધે છે, અને સાથે સાથે જુદાં જુદાં િવષયો પરનું જ્ઞાન પણ વધે છે. િવપરીત પિરસ્થિત માં તરત જ િમત્રને સહાયરૂપ બનવું અને મદદ કરવાં દોડી જવું અને તેથી જ સંબંધ અને મૈત્રી વધુને વધુ ગાઢ બનતી જાય છે, સંવેદનશીલ બનતી જાય છે. અરસ પરસના િહત િ ચંતક બનવાને લીધે દુિનયાની દરેક વ્યિક્ત ને યથાશક્ય કેમ સહાયરૂપ થવું તેવો ભાવ પણ વધતો જાય છે. િનરંજન ભગતની રચના”કૃતજ્ઞતાને ઊજવી રહ્યોમાં રહેલો મૈત્રીભાવ “િમત્રોએ િજવાડ્યો એથી તો આટલું જીવ્યો, આજે િમત્રોને ને એમની મૈત્રીને, મારી કૃતજ્ઞતાને ઊજવી રહ્યો.” સાર્થક થતો જણાય છે.