Archive for જૂન 2010

પી જવાય છે

જૂન 11, 2010

એ રીતે નીજની યાદમાં સરકી જવાય છે બીજાતો ઠીક એને ય ભૂલી જવાય છે. પહેલાં સમું તરસનું એ ધોરણ નથી રહ્યું પાણી મળે છે તોયે હવે પી જવાય છે. સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો ઘરની બહાર આવતાં થાકી જવાય છે. કોઈ ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે. […]

તારા ગયા પછી…

જૂન 11, 2010

કેવી અજબ સુવાસ છે તારા ગયા પછી, જાણે તું આસ પાસ છે, તારા ગયા પછી સૂરજ તપે છે તે છતાં જાણે વસંત છે, તારો હવામાં શ્વાસ છે, તારા ગયા પછી… -રતિલાલ અનિલ