તું ગઈ નેે, વરસાદ પણ ગયો…
આશા પુરોહિતઃ
તું ગઈ, ને, એટ્લે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો એવો છે દબદબો.
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરૂં?
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.
હું તને શોધ્યા કરું, ને, તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.
સંદર્ભઃ ‘કવિતા’, સળંગ અંક ૨૪૦, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭, પૃ. ૧૨ સુ.દ.
તું મારાથી
ખૂબ દૂર દૂર રહે છે
એટલે અવારનવાર ફોન કરું છું.
મેં તને પૂછ્યું
કે ત્યાં વરસાદ છે કે નહીં
અને માત્ર તેં કહ્યું :
હા, આંખોમાં.
સંદર્ભઃ ‘કવિતા’, સળંગ અંક ૨૪૦, ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭, પૃ. ૪૫
તું મારાથી
ખૂબ દૂર દૂર રહે છે
એટલે અવારનવાર ફોન કરું છું.
મેં તને પૂછ્યું
કે ત્યાં વરસાદ છે કે નહીં
અને માત્ર તેં કહ્યું :
હા, આંખોમાં
saras rachana
BHARAT SUCHAK - જુલાઇ 20, 2009 પર 6:01 એ એમ (am) |
મૃગેશ, સુંદર ગઝલ આપી તમે, વરસાદ પણ ગયો…કેટલો અર્થ્પૂર્ણ અનુપ્રાસ છે…માણસ પહેલા વરસાદ માટે વલખે છે તેની કરુણાનો ધોધ જ્યારે વરસે છે તો ઝીલી પણ નથી શકતો પાણી વહી જાય છે અને ધરતી પર માનવી પાછો કોરોકટ તરસ્યો રહી જાય છે પાણી માટે ફાંફા મારે છે અને દારુની લતમાં ચડે છે એ..તમારો નવરાશ પળોમાં સાહિત્યનો સથવારો બની રહે તેવી આશા રાખુ છું..કળા સાહિત્ય સંગીત સંસ્કૃતિ આ બધું સુખ અને નવરાશની પળોમાં પાંગરે ખીલે…માનસે કૃત્રિમ મનોરંજનના સાધનો પર આધાર ના રાખવો પડે…બીજુ વિરહનું નાનુ કાવ્ય પણ સરસ છે….આપણા ગુજરાતની પ્રગતિ થાય તે ખુબ ગમે ને દુષણ કોરી ખાય તો દુખ થાય છે તે વ્યક્ત કર્યુ છે માત્ર નિંદા માટે નહિ…હું પણ અમદાવાદનો જ છું..એક શિઘ્ર પંક્તિ લખી વિરમુ અને મળતા રહેજો…
દોસ્ત આજે કૃષ્ણ જેવો ક્યાંય ના મળ્યો,
એટલે ગીતાતણો સંવાદ પણ ગયો
રેતમાં રમતું નગર આકર્ષતુ મને,
ગામ છોડી હું ય અમદાવાદ પણ ગયો
-Dilip Gajjar
Dilip Gajjar - જુલાઇ 20, 2009 પર 10:29 એ એમ (am) |
વાહ… ખુબ જ સુંદર પંક્િત લખીને તમે સારો પ્રિતસાદ આપ્યો છે. મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ તમારો ખુબ ખુબ આભાર. જો તમારા જેવા મિત્રો નો સહકાર અને સલાહ-સુચન મળતા રહેશે તો જરૂર આ બ્લોગ નો ઉદ્દેશ સિદ્ધ થશે. ફરી મળીશું…
Mrugesh Modi - જુલાઇ 20, 2009 પર 1:34 પી એમ(pm) |