જુલાઈ
17

મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે શઁઁન કરવા જવું એટલે શું?

આપણે મંિદરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંિદરે બેસી પાછા િનિકળી જઇએ છીએ. શઁઁન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. મંદિરની બહાર બેઠેલા એક િભખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા વગર આગળ વધી જઇએ છીએ. ઘરે આવતી કામવાળી પાસે કામ કરાવવું છે પણ જેટલાં ઓછા પગારે કરાવાય એવી ગણતરી સાથે. ફેક્ટરીમાં કામ કરતાં કામદારો પાસે વધુ કામ કરાવી ખુબ નફો મેળવવો છે પણ એમનું પણ ‘જીવન’ છે એની કોઇ ગણતરી નથી. ટ્રેન સ્ટેશન પર કુલી પાસે ભારે ભારે બેગો ઊંચકાવી આપણી ‘કાર’ સુધી લઇ જઇએ છીએ. આભારનો એક શબ્દ કહ્યા વગર ઓછા પૈસા આપવા માટેની સોદાબાજી શરુ કરી દઇએ છીએ.

આપણે મંિદરે ગયા. ભગવાનને ફૂલ ચઢાવ્યા. થોડી વાર મંિદરે બેસી પાછા િનકળી ગયા. પણ ભગવાનના શઁઁન ખરેખર કર્યા ખરા…?

Source: http://bansinaad.wordpress.com/

જુલાઈ
17

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા
િવશેના અમને િદલસા ન મોકલાવ

મંિઝલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
િલ ના િદલમાં યાદના છાંટા ન મોકલાવ

િદલ મનસૂરી