નવરાશની પળોમાં…
આજે ઘણા દિવસ પછી મને એની યાદ આવી
આમ તો કામમાં દિવસ કયાં નીકળી જાય
ખબર જ ન પડે.
પણ ખબર નહીં…..
આજે અચાનક જ કેમ
તેની ખોટ સાલે છે
આમ તો બધુ જ બરાબર છે.
પણ દિલના કોઈક ખૂણે કાંઈક ખૂંચ્યા કરે છે
કદાચ મને એની જરૂર છે.
પણ ના,
હવે એ સંબંધ તો રહ્યો નથી
કે એકબીજાની જરૂર ઊભી થાય
તો પછી શું છે જે આજે
આટલા દિવસ પછી પણ યાદ અપાવે છે…
ખરેખર ઘણા સબંધો એવા હોય છે કે જેની યાદ જીવનપર્યંત ભુલાતી નથી. સુખ હોય કે દુ:ખ એની જરુર વર્તાયા જ કરે…. મન અને લાગણી એટલા ઊંડા જોડાયેલા હોય છે કે પછી સબંધનું અસ્તિત્વ હોય ન હોય કોઈ ફરક નથી પડતો … યાદ અચૂક હોય છે….!! સુંદર ભાવવાહી રચના ….. આભાર…
laaganee - સપ્ટેમ્બર 15, 2010 પર 7:41 એ એમ (am) |