પી જવાય છે
એ રીતે નીજની યાદમાં સરકી જવાય છે
બીજાતો ઠીક એને ય ભૂલી જવાય છે.
પહેલાં સમું તરસનું એ ધોરણ નથી રહ્યું
પાણી મળે છે તોયે હવે પી જવાય છે.
સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો
ઘરની બહાર આવતાં થાકી જવાય છે.
કોઈ ઉછીની ઊંઘનો મોહતાજ છું હવે
લાગે છે સ્હેજ આંખ ને જાગી જવાય છે.
—સૈફ પાલનપુરી
પ્રતિસાદ આપો