સંબંધોની પરીક્ષા – આિતશ પાલનપુરી
સંબંધોની પરીક્ષા કરવાનું બને ત્યાં સુધી ટાળવું જોઇએ. પ્રેમની પરીક્ષા ન હોય. લાગણીની ગણતરી ન મંડાય. સંબંધોની પરીક્ષામાં નાપાસ અને નાસીપાસ થવાનો ખતરો હોય છે. સમય જ સંબંધની પરીક્ષા કરી લેતો હોય છે. સંબંધને નદીની માફક વહેવા દેવો જોઇએ. સંબંધની નદી પર બંધ બાંધવા જઇએ ત્યારે ડેમ ઓવરફલો થવાને બદલે નદી સુકાઇ જવાના ચાન્સીસ બેવડાઇ જાય છે.
સમય એવી ચીજ છે જે દરેક સંબંધોનું આપોઆપ ભાન કરાવી દે છે. સંબંધોનું પાસીંગ સ્ટાન્ડર્ડ ન હોય. સંબંધોની ટકાવારી ન હોય. કોઇ મને કેટલો પ્રેમ કરે છે? એ જાણવાનું કોઇ પ્રમાણ નથી. દરેક વખત વેવલેન્થ સરખી હોય એ પણ જરૂરી નથી. પિરસ્િથતી અને સંજોગ નામના બે પરિબળો પણ કયારેક પ્રેમ અને લાગણીના રસ્તે સ્પીડબ્રેકર બનીને આવી જતાં હોય છે.
તમે નટ બજાિણયાનો ખેલ જોયો છે? બે વાંસડા વરચે દોરડું બાંધીને ખેલંદો તેના પર ચાલે છે. દરેક ક્ષણે બેલેન્સનુ મહત્ત્વ છે. નટના ખેલમાં એક વસ્તુ માર્ક કરવા જેવી છે. નટનું દોરડું જે થાંભલા સાથે જોડાયેલું હોય છે એ બંને થાંભલાની ઊચાઇ એકસરખી હોય છે. સંબંધોમાં પણ બંનેની ઊચાઇ એકસરખી હોવી જોઇએ. િવચાર કરો કે નટનો એક થાંભલો બહુ ઊંચો અને બીજો થાંભલો સાવ નીચો હોય તો? આવા સંજોગોમાં બેલેન્સિંગ વધુ કિઠન બની જાય છે. સંબંધોની પરીક્ષા વખતે આપણે સામેની વ્યકિતનો િવચાર કરીએ છીએ કે એનો થાંભલો ઊચો છે કે નીચો? એની હાલત બરોબર છે કે નહીં? મારી જે અપેક્ષા છે એ પૂરી કરી શકે એમ છે કે નહીં?
સંબંધોમાં માણસ કયારેક િજદ્દી અને જક્કી બની જાય છે. આ તો કરવું જ પડશે, આટલું ન કરી શકે તો આપણા સંબંધોનો મતલબ શું? િજદ જલદ છે. િજદ એટલી બધી ગરમ છે કે કયારેક િજદ જીવલેણ બની જાય છે. સંબંધ ભીંજતો હોવો જોઇએ, ભીંસતો નહીં. સંબંધોમાં જરાકેય વધુ ભીંસ આવે તો માણસ ભાગી જાય છે અથવા તો ભાંગી જાય છે.
સંબંધનો ભાર જેટલો હળવો રહે એટલો સંબંધ વધુ ગાઢ અને તીવ્ર રહે છે. ઘણા સંબંધોમાં એવો ડર રહેતો હોય છે કે હું આમ નહીં કરું તો એને ખરાબ લાગશે, આવા સંજોગોમાં માણસ ખેંચાઇ કે તણાઇને લાંબો થતો હોય છે. સરવાળે આવા સંબંધો ગૂંગળામણ ઊભી કરે છે. ગૂંગળામણના વમળમાંથી સંબંધોને બચાવવા જોઇએ.
કોઇ કંઇ કરી ન શકે એટલે એને પ્રેમ કે લાગણી ઓછી છે એવું માની લેવું પણ બરોબર નથી. તારો મહેલ પહાડ ઉપર અને મારા પગે છાલા છે, પગ નથી ચાલતાં પણ આંખો તો ત્યાં જ મંડાયેલી છે. એક શાયરે સરસ વાત લખી છે. કોઇ તો મજબુરીયા રહી હોંગી, યું કોઇ બેવફા નહીં હોતા.
બેવફાઇનું સર્ટિફિકેટ ઉતાવળમાં ફાડીને કોઇના કપાળે ન ચોંટાડી દેવું. દરેક ‘ના’માં નારાજગી નથી હોતી, કેટલીક ‘ના’માં મજબૂરી પણ હોય છે. આપણે જો કોઇની મજબૂરી ન સમજી શકીએ તો એમાં વાંક મજબૂરનો નહીં પણ આપણો હોય છે. મજબૂર સંબંધ કયારેય મજબૂત નથી રહેતો.
માણસ જીન નથી કે દીવો ઘસીએ એટલે હાજર અને આદેશ આપીએ એટલે પાલન. આપણે ઘણીવખત માણસ પાસે જીન જેટલી અપેક્ષા રાખીએ છીએ અને એ જીન જો આપણી ઇરછા ન સંતોષી શકે તો આપણે એને બેવફાઇની બાટલીમાં પૂરીને “ધ એન્ડ” નું બૂચ મારી દઇએ છીએ.
અપેક્ષાઓ રાખીએ એમાં કંઇ ખોટું નથી, ખોટું એ છે કે આપણે દરેક અપેક્ષા પૂરી થાય એવો દુરાગ્રહ સેવીએ છીએ. દરેક અપેક્ષા પૂરી જ થાય એ જરૂરી નથી. અપેક્ષાની નીચે પ્રેમ કે સંબંધ દબાઇ ન જવો જોઇએ. વધુ પડતી અપેક્ષા માણસને અકળાવી દે છે. મારે કેટલું કરવું? કોઇ િલિમટ હોય કે નહીં? એ તો મને શ્વાસ લેવાની મોકળાશ પણ આપતો નથી.
સંબંધો જાળવવાની જવાબદારી માત્ર સામા માણસની જ નહીં, આપણી પણ હોય છે. સમ ખવડાવીને રખાતા સંબંધો સંકોચાય છે. ગમ ખાઇને સચવાતા સંબંધો િવસ્તરી જતાં હોય છે. સંબંધોનું ગળું ઘોંટાય ત્યારે એ િવચારવું જોઇએ કે સંબંધોનું ગળું ઘોંટનાર હાથ આપણા તો નથીને?‘
– આિતશ પાલનપુરી
સુંદર અભિવ્યક્તિ સંબંધો ઉપરની…કોઇ તો મજબુરીયા રહી હોંગી, યું કોઇ બેવફા નહીં હોતા. શેર ગમ્યો…સમ્યક બંધન કોમળ છતાં શ્રદ્ધાના મજબૂત તંતુથી બંધાયેલ….અભિનંદન આતિશને આ લેખ બદલ
Dilip Gajjar - જુલાઇ 24, 2009 પર 7:50 એ એમ (am) |