દશઁઁન કરવા જવું એટલે શું…?
મને ઘણી વખત પ્રશ્ન થાય છે કે દશઁઁન કરવા જવું એટલે શું?
આપણે મંિદરે જઈએ છીએ. ભગવાનને ફૂલ ચઢાવીએ છીએ. થોડી વાર મંિદરે બેસી પાછા િનિકળી જઇએ છીએ. દશઁઁન કર્યાનો સંતોષ માનીએ છીએ. ભગવાન આપણાં બધાં કાર્યો સફળતાપૂર્વક પાર પાડે એવી પ્રાર્થના કરીએ છીએ. મંદિરની બહાર બેઠેલા એક િભખારી તરફ જરા સરખી પણ નજર પાડ્યા વગર આગળ વધી જઇએ છીએ. ઘરે આવતી કામવાળી પાસે કામ કરાવવું છે પણ જેટલાં ઓછા પગારે કરાવાય એવી ગણતરી સાથે. ફેક્ટરીમાં કામ કરતાં કામદારો પાસે વધુ કામ કરાવી ખુબ નફો મેળવવો છે પણ એમનું પણ ‘જીવન’ છે એની કોઇ ગણતરી નથી. ટ્રેન સ્ટેશન પર કુલી પાસે ભારે ભારે બેગો ઊંચકાવી આપણી ‘કાર’ સુધી લઇ જઇએ છીએ. આભારનો એક શબ્દ કહ્યા વગર ઓછા પૈસા આપવા માટેની સોદાબાજી શરુ કરી દઇએ છીએ.
આપણે મંિદરે ગયા. ભગવાનને ફૂલ ચઢાવ્યા. થોડી વાર મંિદરે બેસી પાછા િનકળી ગયા. પણ ભગવાનના દશઁઁન ખરેખર કર્યા ખરા…?
Source: http://bansinaad.wordpress.com/
આપણાંમાં અને મંદિરની બહાર બેઠેલામાં કોઈ ફરક નથી. તેમ છતાં વિચારીએ તો બહાર બેઠેલા આપણે કે જે અંદર જઈને જેટલી ક્ષણો ભગવાન પાસે માંગવામાં ગાળે છે તેના કરતા અનેક ગણી વધારે ક્ષણો બહાર બેઠેલા માત્ર પેટનો ખાડો પૂરવા માટે ગુજારે છે. તેમ છતાં તેમને જરૂર પૂરતું પણ મળતું હોતું નથી કારણ તે દર્શનાર્થીઓને ભગવાન માનવાની ભૂલ કરી બેસે છે ! જ્યારે હકિકતે દર્શનાર્થી પોતેજ ભિખારી હોય છે ! એક બીજી વાત જ્યાં આપણાં જેવા આપે દર્શાવેલા કહેવાતા ભક્તો જે મંદિરમાં દર્શન કરવા જાય ત્યાં ભગવાન રહી શકે ખરા ? જેનામાં ઈશ્વરીય તત્વ આરોપયેલુ હોય તેવા લક્ષણ વાળો કદાચિત ભૂલથી પણ ત્યાં હોય તો ચાલ્યો ના જાય ?
એક ક્ષણ વિચારજો !
સ-સ્નેહ
અરવિંદ
arvindadalja - જુલાઇ 17, 2009 પર 5:16 પી એમ(pm) |